Tuesday, 6 June 2017

MMSની ફરિયાદ કરવા ગઈ યુવતી, પોલીસ એ હસતા મોઢે વીડિયો જોયો

MMSની ફરિયાદ કરવા ગઈ યુવતી, પોલીસકર્મીઓએ હસતા મોઢે વીડિયો જોયો


- યુવતીએ જણાવ્યું કે, વિસ્તારના અમુક યુવકો નહાતા સમયે તેનો વીડિયો બનાવી રહ્યાં હતા. તેણે તેમને રંગેહાથ પકડ્યા અને મોબાઈલ લઈ લીધો.
- આ મોબાઈલ લઈ તે પોલીસ સ્ટેશન પહોંચી. જોકે મહિલાની ફરિયાદ કરતા પોલીસકર્મીઓને વીડિયો જોવામાં રસ હતો.
- યુવતીએ આરોપ લગાવ્યો કે, ઘણા પોલીસકર્મીઓએ તેનો આખો વીડિયો જોયો અને પછી આવવાની વાત કરી,
- આ ઘટનાથી પરેશાન મહિલા ઠાણે પોલીસના ઉચ્ચ અધિકારીને ફરિયાદ કરી અને પોલીસકર્મીઓને વર્તન અંગે પણ જણાવ્યું.
- યુવતીએ જણાવ્યું કે, તેણે વીડિયો બનાવનારા એક આરોપીને પકડી લીધો હતો, જોકે વીડિયો જોવાના ચક્કરમાં પોલીસે તેને જવા દીધો.
- આ અંગે યુવતીએ ઠાણેના મેયર મિનાક્ષી શિંદેને પણ ફરિયાદ કરી હતી. તેમણે આ મામલે ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરવાની વાત કરી. હવે આ મામલે તપાસના આદેશ અપાયા છે.
મુંબઈઃમહારાષ્ટ્રના ઠાણેમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં પોતાના MMS બનવા અંગેની ફરિયાદ કરવા એક યુવતી પોલીસ સ્ટેશન પહોંચી હતી. પોલીસકર્મીએ ફરિયાદ પર એક્શન લેવાને બદલે MMSની મજા માણતા રહ્યાં. યુવતીએ જણાવ્યું કે, ઘણા પોલીસકર્મીઓએ હસતા મોઢે તેનો MMS વીડિયો જોયો હતો. પીડિતાની ફરિયાદ બાદ આ મામલે તપાસના આદેશ અપાય છે.






No comments:

Post a Comment